:: પાલનપુરમાં આવેલ મંદિરો ::
મંદિરો
પાલનપુરમાં હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત અનેક મંદિરો છે.
હિન્દુ મંદિરો
અણહિલવાડ પાટણના ચૌલુક્ય વંશના શાસક જયસિંહ સિધ્ધરાજ પાલનપુરમાં જન્મ્યા હોવાનું મનાય છે. તેમની માતા મીનળદેવીએ શિવને સમર્પિત પાતાળેશ્વર મંદિર બનાવ્યું હતું. અન્ય હિન્દુ મંદિરોમાં લક્ષ્મણ ટેકરી મંદિર, મોટા રામજી મંદિર, અંબાજી માતા મંદિર છે. પાલનપુરની ચારે કોર હનુમાનજીના મંદિરો આવેલા છે.
આ સિવાય પાલનપુર રાજગઢી વિસ્તારમાં આવેલ નાગણેજી માતાજીનું મંદિર આવેલું છે. જે વર્ષમાં બે વાર ખુલે છે. શ્રાવણ સુદ પાંચમ (નાગપાંચમ)ના દિવસે તેમજ આસો સુદ આઠમ(નવરાત્રી)ના દિવસે દર્શનનો લાભ લેવા માટે શ્રધ્ધાળુંઓ આવે છે.
જૈન મંદિરો
મોટું દેરાસર : પલ્લ્વીય પાશ્વનાથ મંદિર, જેને મોટા દેરાસર તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજા પ્રહલાદન દ્વારા બનાવવામાં આવ્યું હતું. જે પાશ્વનાથ,૨૩ માં તીર્થકરને સમર્પિત છે